દેખાય છે જગ, દેખાતો નથી તું, જગ એ તો તારો પડછાયો છે
કહું એને તારો પડછાયો કે તારી લીલા, મશગુલ અમને બતાવતો જાય છે
છતી આંખે અંધ બનાવે, ખેલ અમને તો એવા ખેલાવે છે
જીવીએ છીએ પ્રભુ જગમાં, જીવન પણ જ્યાં તારો એક પડછાયો છે
ખેલ ખેલે માયાના એવા, જગમાં બધું અમને એ ભુલાવે છે
કરીએ સમજવા માયાને તારી, મૂંઝવણમાં મૂંઝવણ એ વધારે છે
વિચારો તો છે ભાવોનો પડછાયો, ભાવો તો વિચાર કરાવે છે
તડકા છાંયડા જીવનમાં એ તો જગમાં સમજણના પડછાયા છે
દુઃખ તો જીવનમાં બિનસમજણને બિનસમજણનો પડછાયો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)