શીતળતાએ ઘણી શક્તિ આપી, ફરી અશાંતિ એમાં ઉદ્ભવી
ચંદ્ર તારી શીતળતાએ પણ ડાઘ ઘણા સહન કર્યા
આવી શીતળતા પામી શકું તો ચંદ્રની એક્તા પામી શકું
નીર ને નીર વહેતા રહ્યા ઉમંગો ને તરંગો જગાવતા રહ્યા
ઉર્મીઓ અને ભાવોને લઈને એ વહેતા રહ્યા
અસર ભાવોની જોવા ના એ રોકાયા, ના એ રોકાયા
ખાતરી હતી એને, જે એની સાથે વહેશે, શુદ્ધ થાતા જાશે
ઘર્ષણે ઘર્ષણમાંથી અંશ અગ્નિના એમાંથી પ્રગટયા
ખુદ એમાં બળી ગયા, પ્રકાશ જગને એ દેતા ગયા
ઉન્નત કરવા જીવનને, જીવનના શિખરો ચડતો ગયો
જેમ જેમ ચડતો ગયો, શક્તિ પ્રભુની રસ્તો બતાવતો ગયો
વાદળીની હળવો બનતો ગયો, જ્યાં ત્યાં મુસાફરી કરતો રહ્યો
તારો જ્યાં બન્યો, સ્થિર ત્યાં થઈ ગયો, પ્રગતિ ભૂલી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)