કહેવું રે મારે કોને, મને જ્યાં મારા જેવા બધા દેખાય છે
પાડુ અલગ એમાંથી જ્યાં એકને, આંખો એની ફરી જાય છે
છેડું તાર હાલે દિલના, દર્દ મારા એમાં વધી જાય છે
રાહ જોઈ ના શક્યો શોધવા ભૂલો મારી, જઈ કહુ એ કોને
ભાવો ને ભાવો રહે ઊછળતા હૈયામાં, બીજાના ભાવો સ્થિર દેખાય છે
સમજી શક્યો જીવનમાં ના ખુદને, ના અન્યને સમજી શકાય છે
આંખમાંથી વહે દુઃખદર્દ મારુ, ના ઝીલવા કોઈતૈયાર થાય છે
સુખદુઃખ વ્હેંચાયેલા છે સહુમાં, ના અલગ કોઈને પાડી શકાય છે
સુખને આનંદની રમત રમવી છે સહુએ, સહુ એક સરખા દેખાય છે
ઇચ્છાઓને આધીન રહ્યા છે સહુ, સહુ એક સરખા એમાં દેખાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)