વિચારી વિસારી દીધું છે ઇજન. ઇજન સ્વીકારી વહેલા આવજો
ના આવો જો તમે, તમને અમારા સમ, અમારા સમ, અમારા સમ
કાઢયા બહાના કંઈક, હવે કાઢો તો તમને મારા સમ, મારા સમ
નિરાશ કર્યાં કંઈક વાર અમને, હવે કરો તો તમને મારા સમ
રહી ગઈ હોય કસર વર્તનમાં, ખોટું લગાડો તો તમને મારા સમ
મૂકશું ના માગણી પાસે તમારી, ના આવો તો તમને મારા સમ
કરીએ દિલની વાતો પાસે તમને, તમે ચૂપ રહો, તમને મારા સમ
સાંભળી હકીકત વહાવજો ના આંસુ, વહાલાં તો તમને મારા સમ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)