કરવા જેવું ના કર્યુ જીવનમાં, સમજવા જેવું ના સમજ્યાં જીવનમાં
છું હું તો આ રાહનો રે રાહી, છે મુસાફરી જીવનની જગમાં આવી મારી
બનાવ્યું દિલને દર્દનું સંગ્રહસ્થાન, રાખ્યું ના એના વિના એને ખાલી
અન્યના દિલને સમજવા રાખી ના તૈયારી, કોઈ સમજયું ના હાલત દિલની મારી
કરીએ કોશિશો દર્દને દિલમાં સમાવી, મુખ પર રેખાઓ ઉપસી આવી
લાવ્યો ના સુધારો રાહમાં જ્યાં મારી, બની ગયું જીવન એમાં ભારી
કરી ના કોશિશો સુધારવા રાહ મારી, હાલત જીવનની ખરાબ બનાવી
ઉગ્ર અસંતોષ રહ્યો ભર્યો ભર્યો દિલમાં, બનાવ્યું જીવનને અસંતોષની કયારી
ઘસડાતું રહ્યું જીવન આવી રીતે, ખોઈ બેઠો ઉચ્ચ જીવનની ઉચ્ચ શક્તિ
બન્યું જીવન જ્યાં શક્તિ વિનાનું, બની ગયું જીવન એક મોટી લાચારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)