વિશ્વાસ ભર્યો છે જ્યાં હૈયે, આવી કહીએ અમે તને ને તને
વિશ્વાસ તૂટે જ્યાં જીવનમાં, જઈને કહેવું ત્યારે કોને
દુઃખદર્દ છે રોજની રામાયણ, તારા વિના સંભળાવવી એ કોને
પ્રેમ સરિતા વહે જ્યાં હૈયે, ધરીએ એને તારાને તારા ચરણે
પ્રેમ રૂઠે જ્યાં હૈયે, ફરિયાદ એની કહીએ બીજા કોને
શક્તિ વિના ભરાય ના ડગલું જીવનમાં, તારી પાસે શક્તિ તો માંગીએ
તુંજ રૂઠે જીવનમાં જ્યાં માડી, ફરિયાદ એની કોને કરીએ
આવ્યા ભાગ્ય ભોગવવા ને ઘડવા જગમાં, સાથ તારો માંગીએ
તુંજ જો વાત ના ધરે હૈયે, કહે જીવનમાં કોની પાસે માંગીએ
છવાઈ જાજે વિચારોમાં એવી માડી, વિચારોને જુદા ના પાડીએ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)