અણધાર્યા ને અણધાર્યા, પડશે કરવા જીવનમાં સામના, અણધાર્યા ને અણધાર્યા
કાઢવા અંદાજ એના રે ક્યાંથી, આખર તો એ છે અણધાર્યા ને અણધાર્યા
ખોદી ભાગ્ય નથી એને કાઢી શકતા, આખર છે એ અણધાર્યા ને અણધાર્યા
કયા કર્મો સાથે સાંકળવા, મેળ નથી તારા આખર છે એ અણધાર્યા ને અણધાર્યા
ના હોય વિચારમાં હકીકત લઈ આવે સાથે આખર છે એ અણધાર્યા ને અણધાર્યા
ધાર્યા કરવા પડે થોડા કરવા પડે સામના જીવનમાં અણધાર્યા ને અણધાર્યા
આવી પડશે દુઃખ કઈ દિશામાંથી, પડશે કરવા સામના અણધાર્યા ને અણધાર્યા
સુખ છે સપનાની ભેગી કરેલી સંપત્તિ, પડયા કરવા સામના અણધાર્યા ને અણધાર્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)