શું કરું જીવનમાં, કિસ્મત જ્યાં મુજથી ખફા છે
જાગે જરૂરિયાતો, હિસાબ કર્મોનો ત્યાં ગણાવે છે
વધવું છે આગળ જીવનમાં, કિસ્મત સાથ દેવા ના તૈયાર છે
મનની રહી જાય મનમાં, જીવન ચકરાવે ચડી જાય છે
હતું પામવું ઘણું જીવનમાં, ના કિસ્મત લીલી ઝંડી ફરકાવે છે
હરેક વાતમાં રહે આંડું ચાલતું, વિધિ એની ન્યારી છે
સીધા પાસાને ઊલટાવવા, ચાલ એવી એ ચાલે છે
એની ખફાગીરીમાં કર્મોની દીવાલ વચ્ચે લાવે છે
ના સારતી આંસુઓ, એવી આંખોમાં, આંસુઓ લાવે છે
જ્યારે, જ્યારે રીઝે, વાહ વાહ જીવનમાં બોલાવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)