નાદાન બની માંડ ના ગણતરી, શું મળ્યું જીવનમાં
એકવાર કર ગણતરી, શું ગુમાવ્યું તેં જીવનમાં
શું ગભરાઈ ગયો, જોઈ સરવાળો ગુમાવ્યાનો, ગણતરી કરતો નથી
મળી ફુરસદ કરવા ગણતરી બીજાની, તારી કરવા ગણતરી તૈયાર નથી
શીખ્યો નથી સહેલ તરકીબ, પલભરમાં કરી શકે ગણતરી તારી જીવનમાં
મળી ના એકેય સફળતા, રહીશ કેટલીવાર ગણતરી જીવનમાં
કરીશ વારે ઘડીએ ગણતરી, હશે સાચી એ એક રહેશે જીવનમાં
કરી એકની એક ગણતરી, ઘૂંટી ઘૂંટી છેતર ના જાતને જીવનમાં
મળ્યો નથી શું સંતોષ તને, મેળવવી બાકી છે ઘણી જીવનમાં
અન્યની સફળતા ચડી ના નજરમાં, શા કાજે ગજવી રહ્યો છે જીવનમાં
વધારી ના શક્યો પાસુ સફળતાનું, ગયો અટકી એમાં ગણતરીમાં
રાખ સમદૃષ્ટિ બંને ગણતરીમાં, છે સરવાળા તારા ને તારા જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)