જોઈ રહ્યા છીએ પ્રભુજી રે વ્હાલ, રાહ અમે તો તારી
આવીશ ક્યારે, અંધજનની બનીને લાકડી, પાસે અમારી
છવાયો છે અંધકાર હૈયે ભારી, આવીશ ક્યારે ઉજાસ બની
આવ્યા હતા સુરદાસની લાકડી બની, ડગે ડગ તો સાથે ચાલી
આંખો ને હૈયા ઉપર છવાયો છે, મોહનો અંધકાર તો ભારી
હટયા નથી અહંના પડળ હૈયામાંથી, ને નજરમાંથી તો મારી
સમજ ઉપર છવાઈ ગયું છે ધૂમ્મસ, કરવા દૂર આવ પાસે અમારી
ભક્તિ કેરો દીવડો ટમટમે હૈયે, જલતો રાખવા એને, આવ પાસે અમારી
જાણીએ ના કોઈ મારગ અમે, આવી પાસે દેજે મારગ અમને બતાવી
ભટકવું નથી ક્યાંય અમારે, દેખાડી મારગ પહોંચાડે પાસે તારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)