છોડી ના શક્યો ગાંઠો જીવનની, કોકડું જીવનનું ગૂંચવાતું ગયું
ના આવડી ઉકેલતાં ગાંઠો, નવી ગાંઠો ઉમેરતો ને ઉમેરતો ગયો
વધતી ગઈ જ્યાં ગાંઠો, મૂંઝારામાં વધારો ને વધારો થાતો ગયો
કંઈક ગાંઠો ગઈ તો છૂટી, નવી ગાંઠો બાંધતો ને બાંધતો ગયો
અહંમે પાડી કંઈક ગાંઠો જીવનમાં, વળ એને તો દેતો ને દેતો ગયો
ચાહીએ બંધાય પ્રેમની ગાંઠો જીવનમાં, યત્ને મજબૂત કરતો ગયો
ઘડી જે ગાંઠો વિચારોમાં વિચારોને એમાં તંગ ને તંગ કરતો ગયો
સંબંધોમાં પડી જ્યાં ગાંઠો, સંબંધોને એમાં એ તોડતો ગયો
મનમાં બંધાઈ જ્યાં ગાંઠો, જીવનને એ સંકચિત બનાવતો ગયો
બાંધી એ પ્રભુ સાથે ગાંઠો, મજબૂત ને મજબૂત કરતો ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)