એક દિવસ તો એ બંને જુદા પડવાના, ના કાંઈ સાથે એ રહેવાના
શરીર ને આત્મા છે જે આજે સાથે, નથી કાયમ સાથે એ રહેવાના
છે એકની હસ્તી પંચ તત્વોમાંથી, છે બીજાની સર્વવ્યાપક સાથેની
છે એક તો મરણને આધીન, બીજો નિત્ય મૂસાફર રહેવાના
રહ્યા જ્યાં બંને સાથે ને સાથે, ભાવો જાગવાના ને બંધાવાના
છે પ્રીત બંનેની જનમથી મરણ સુધીની, ત્યાં સુધી બંધાઈ રહેવાના
એક તો અનુભવ કરી કરાવી, બંને સમય સુધી સાથે રહેવાના
એક લૌકિક અનુભવ કરાવશે, બીજું પારલૌકિક અનુભવ કરાવતા રહેવાના
એકની દૃષ્ટિ રહેશે ધરતી ઉપર, બીજું બધે સંકળાતું રહેવાના
તૂટશે જ્યાં એ જોડી, એક રેહેશે અહીં, બીજું લાંબી મુસાફરી કરવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)