છું તારી ચાલનું એક પ્યાદુ, ચાલ ચાલવી હોય એવી ચાલ
ચાલીશ ચાલ મળશે સ્પર્શ હાથનો, ધન્યતા એમાં તો પામવાના
માગ્યું માગ્યું ઘણું માગ્યું, ઇન્કાર વિના ના બીજું કાંઈ મળ્યું
ચાલ ચાલવા તારી ચાલ, બનાવ અમને તો પ્યાદું તારું
વાત કરી તને અમારા દિલની, તારું દિલ અમારાથી છૂપું રાખ્યું
ના તપાસ કર્મો ચોપડા, કર્યાં કર્મો મેં પણ તો લેખ એમાં તેં લખ્યા
છોડ બધા સરવાળા બાદબાકી, માડી આજ તૈયાર થા દેવા માગ્યું
કાં દૂર કર કર્મોના લેખને કાં જાજે ભૂલી, માંગ્યું હવે તૈયાર થઈ જા તું
નથી ચાલતું સરળતાથી જીવન, ચાલી ચાલ સરળ બનાવ એને તું
ચાલવી હોય તેવી ચાલજે ચાલ, બનાવ મને તારી ચાલનું માનીતું પ્યાદું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)