શું થશે શું થશે, મારુ જીવનમાં શું થશે, ચિંતા એની સતાવતી રહે છે
ક્યારે શું થશે શું નહીં, ઇંતેઝારી સહુના દિલમાં એની જાગતી રહે છે
પળ પળના હિસાબ પળ તો માંગે છે, ના કોઈએ તો દઈ શકે છે
પળે પળમાં રહે વિચારો જ્યાં બદલાતા, પળને ના હાથમાં રાખી શકે છે
ધાર્યુ જ્યાં થાતું નથી, અણધાર્યુ બને ના આંક એના માંડી શકાય છે
અધૂરા આંકના હિસાબ રહેશે અધૂરા, જીવન અધૂરૂં વીતતુ જાય છે
કરવાનું જીવનમાં ના થયુ પૂરું, ચિંતા એની સતાવતી રહે છે
ઉત્સાહ ને ઉમંગ જાય જ્યાં ઓસરતા, કાર્ય ના પૂરા થાય છે
રોકાઈ નથી પળ કોઈના હાથમાં, મોડે મોડે એ સમજાય છે
શું થાશે મારુ જીવનમાં તો જગમાં ચિંતા એ સતાવતી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)