રહે સદા જાગૃતિ જીવનમાં ને મનમાં, દેવું હોય તો આટલું દેજે
હર અવસ્થામાં રહીએ અમે તો સ્વસ્થ, દેવું હોય તો આટલું દેજે
માગી માફી રહ્યા કરતા ગુના, દેજે બુદ્ધિ કરીએ ના ગુના, દેવું હોય તો આટલું દેજે
દિલમાં શૂરવીરતા રહે, કાયરતા અમારાથી દૂર રહે, દેવું હોય તો આટલું દેજે
અપમાન ભલે સહીએ અપમાન ના કોઈનું કરીએ, દેવું હોય તો આટલું દેજે
માયામાંથી હટી નથી દૃષ્ટિ દૃષ્ટિમાંથી તું ના હટે, દેવું હોય તો આટલું દેજે
ઉપકાર ને ઉપકાર કરીએ, ના અપકારી બનીએ, દેવું હોય તો આટલું દેજે
દેવા હોય જનમ દેજે, હર જનમમાં હૈયામાં તું રહે, દેવું હોય તો આટલું દેજે
દુઃખ ભલે જીવનમાં દેજે, વિરહ તારો ના દેજે, દેવું હોય તો આટલું દેજે
હૈયું મારુ તો છે તારું, વાસ તારો એમાં કરજે, દેવું હોય તો આટલુ દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)