થાતું હોય એ તો એમ કરાય, તાકાત બહાર કાંઈ ના કરાય
અંદાજ કાઢી ખુદનો સાચો, ના ઊણા એમાં તો ઊતરાય
પ્રેમની વાંસળી વાગી જ્યાં દિલમાં, સાંભળી ના સાંભળી ના કરાય
છે અદૂભૂત તો દિલની રચના, ક્યારે થાશે રાજી શેમાં ના કહેવાય
પ્રેમ વિહોણા દિલને પણ જીવનમાં પૂરો પ્રેમી બનાવતું જાય
એકલું નથી કરી જાણ સહુને, ના એકલતા એનાથી જીરવાય
મળી એકવાર હૂંફ દિલની, સદાય હૂંફ એની ચાહતું ને ચાહતું જાય
દિલ ને દિલના આધાર વિના જોઈએ ના આધાર બીજા, કહી ના એ જીવાય
રાખવું પડે દિલને કાબૂમાં, દેખી દેખી દિલ, દિલમાં કુદં કુંદી ના કરાય
અદ્ભુત છે દિલની ધમાચકડી, ઊંચા નીચા ના એમાં થઈ જવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)