થયું બધું થયું એ બધું, થયું એ તો વાત વાતમાં
નજરો મળી, ખેંચાયા એમાં, મૂલાકાતો એમાં થાતી રહી
આકર્ષણો થયા, એકરારો થયા, વાયદાઓ દેવાયા
મળતા રહ્યા સમજ અણસમજ મળી આ બધું થયું
કદી લડયા કદી રીસાયા, કદી મનામણા ચાલ્યા
કદી વાતો વધી, કદી તંત બંધાયા, ચડયા જીદે તો એમાં
કદી શબ્દોના બાણો વરસ્યા, કદી ઘાયલ બન્યા એમાં
કદી ઘા લાગ્યા ઊંડા એવા, કદી વેરાગ્ય એ જગાવી ગયા
કદી પીછેહઠ કરી એટલી, દૂર ના દૂર નીકળી ગયા
સહેવાયા ના વિરહ, સમાધાનના સૂરો નીકળતા ગયા
થાતું ને થાતું રહ્યું આ જીવનમાં, જીવનને જોમ દેતા ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)