નયનોમાં ભી તું, દિલમાં ભી તુ ને તું
તારી તસવીર લઈને જગમાં ફરતો રહ્યો છું
બનાવી દીધો છે માડી, દિલને અરીસો રે તારો
તસવીર તારી એમાં જોતો ને જોતો રહ્યો છું
કરી છેડછાડ કિસ્મતે ઘણી, કરવા નાબુદ એને હૃદયમાં જાળવતો રહ્યો છું
બની ગઈ છે તસવીર જીવન મારુ, એના વિના પળભર ના રહી શકું છું
શ્વાસ તો છે અસ્તિત્વ મારુ, તારી તસવીરને શ્વાસ બનાવતો રહ્યો છું
છવાઈ ગઈ છે તસવીર વિચારોમાં એવી, એ વિચાર વિના ના બીજા કરી શકું છું
સમજુ છુ તસવીરને જીવન મારુ તસવીર વિનાના જીવનને, ના જીવન કહી શકું છું
કરી કરી હાલે ઈઝહાર દિલમાં, દિલમાં દિલથી પ્રેમપાન કરતો રહ્યો છું
રાખી ના શકું તસવીરને અલગ મારાથી, તસવીરને મારી ગણી રહ્યો છું
અતૂટ આશા ભરી છે હૈયે મીટાવી અલગતા, નયનોમાં સ્થિર કરતો રહ્યો છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)