પુણ્ય કરી કરી પુણ્ય ખાઈ રહ્યો છું, પુણ્ય ના વધારી રહ્યો છું
પુણ્યાઇ જાશે જ્યાં ખૂટી, થઈ જાશે શરૂ કઠણાઈ, ના વિચાર્યુ છે
માનવ જીવનનું છે આ સરવૈયું ના ફરક કોઈનો પડવાનો છે
નામ ભલે બદલાતા રહ્યા, કહાની સહુની આજ રહી છે
સુખદુઃખની છાયા મળી છે સહુને ના બાતલ કોઈ રહ્યુ છે
ચાલુને ચાલુ છે કારવાઈ એની, જનમફેરા એમાં તો ચાલું છે
દુઃખદર્દ છે પાસા એના, માનવીને કાબૂમાં એ રાખે છે
જીવનની નાવ સહુની આમ ને આમ જગમાં એ તો ચાલે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)