ભાગ્યની કટારી જીવનને વાગી છે, કહેશો ના કોઈ ઉપાધિ એ તો લાવી છે
કનડી રહ્યું છે જ્યાં એ મુજને, કહીને ઉપાધિ ના ઉપાધિ વહોરવી છે
સરળતા ને સરળતામાં ના રાખે શાને, કહી ના ઉપાધિ વહોરવી છે
ગમે કે ના ગમે, રહ્યું છે જીવનમાં સાથે ને સાથે, એવું એ સંકળાયેલું છે
ઊંચા ને નીચા કરવા નીચાને ઉપર લઈ જવા, એ કરતું ને કરતું આવ્યું છે
બાંધે છે પ્રીત એ તો એવી, અધવચ્ચે નથી છોડતું કે મુક્તું એ તો રે
ના લાંચથી જીતાવું, ના તાણતા તૂટે, આખર સુધી સાથમાં રહેવાનું છે
સદા રહે જાગતો, સદા રહે સૂતો, એવી એની તો તાસીર છે
હાથના કર્યાં હૈયે વાગે, હૈયામાં ઉપાધિ એ તો લાવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)