ચમકંતિ તારલિયાની રાતે, આવો શામળિયા રમવાને રાસે,
જોઈ રહ્યા છે ગોપ ગોપીઓ આતુરતાથી રાહ, રમવાને રાસે
ધૂમ મચાવવા રે શામળિયા, આજ આવો રમવાને રાસે
પ્રેમ નીતરતી આંખે, દાંડિયાના તાલે, રમજો તમે આજ સંગે
દેજો છલકાવી હૈયા સહુના ઉમંગે આવી શામળિયા રમવાને રાસે
ઇજન છે રાધાને ઇજન છે અન્યને, સંગે સંગે શામળિયા રમવાને રાસે
રાસ જોવાને તલસે હૈયું દેવોનું રમાડજો ને આવો રમવાને રાસે
ભાન ભૂલે તાલ ના ચૂકે, રમાડજો સહુને શામળિયા એવા રાસે
વૃંદાવનને દેજો આજ સ્વર્ગ બનાવી રમશો જ્યાં તમે રાશે
જોનારા લેશે ના નામ હટવાનું, ચડાવજો રંગ એવો રમીને રાસે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)