તારા ભૂતકાળના પડછાયા પકડવા જો દોડીશ
તો એ તારી આગળ-આગળ દોડી જાશે
એની સામે જઈ જો તું એનો સામનો કરીશ
તો એ તારી પાછળ-પાછળ ચાલી આવશે
કડવા સત્યને જિંદગીમાં જો તું પચાવીશ
તો અમૃતનો કટોરો પ્રભુ તને આપશે
તારા હૈયાના ખૂણામાંથી પણ ક્રોધ તું કાઢીશ
તો સંસારમાં અલભ્ય એવા પ્રેમને તું પામીશ
હૈયામાં અનોખા એવા સંતોષને જો તું ભરીશ
તો તારું હૈયું ઢૂંઢતું એવી શાંતિ પામીશ
તારા હૈયામાંથી સાચા દિલથી પ્રભુને પોકારીશ
તો તારો પોકાર સાંભળી એ જરૂર દોડ્યો આવશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)