રોજ રોજ થાય છે જીવનમાં, સપનાની તો સતામણી
આંખડી બતાવ જરા, કયા સપનામાં આજ તું છે ઘેરાણી
આતુરતાથી જોય છે રાહ જીવનમાં, થાય ક્યારે તારી પધરામણી
કદી તો આવે એવા, થઈ ના શકે કોઈ સાથે એની સરખામણી
આવે કદી તો એવા, કરે જીવનમાં ઊભી આશા એવી લોભામણી
કરે ઊભી એવી સ્વપ્ન સૃષ્ટિ, યાદ એની પણ લાગે ડરામણી
કદી આપે અણસાર તો એવા, કોઈ આગમનની દે વધામણી
કદી રીસાઇ જાય જીવનમાં એવી, યાદ આવે જાણે રાધા રીસામણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)