જીવનમાં જે કોઈના થયા નથી, એ કોઈના રહેવાના નથી
પ્રેમ જકડી ના શકે જેને જીવનમાં, કોઈના એ રહેવાના નથી
ઇચ્છાની દોટ છે સહુની જીવનમાં, કાબૂમાં રાખી શક્યા નથી
દુઃખદર્દમાં ભાન ભૂલ્યા જીવનમાં, કોઈના એ થવાના નથી
વિચારો ને વિચારો રહ્યા બદલાતા, બહાનું શોધ્યા વિના રહેવાના નથી
ખોટા કે સાચામાં કરે યત્નો નાક ઊંચું રાખવા, કોઈના એ થવાના નથી
સદા રહે સ્વાર્થમાં ડૂબ્યા ને ડૂબ્યા, કોઈના એ બનવાના નથી
પોતાનો કક્કો રહ્યા ખરો કરાવતા, કોઈના એ બનવાના નથી
આશા ને આશામાં રહે જીવનભર, ઘસડાતા કોઈના થવાના નથી
થવાનું છે જેના એના થાતા નથી, પસ્તાયા વિના રહ્યા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)