દિલની દુનિયા મારી આબાદ ના થઈ, કસર દિલમાં તો કોઈ રહી ગઈ
શોધવામાં ને શોધવામાં ભાન મારું ના ખોવાયું, કસર દિલની કામ કરી ગઈ
જરૂર હતી જ્યાં ભાન ભૂલવાની, દિલની દુનિયા કસરમાં ખોવાઈ ગઈ
ઇચ્છાઓ ને ઇચ્છાઓ અડપલાં હૈયામાં કરતી રહી, ભાન ભૂલતાં આડખીલી બની ગઈ
હરેક યત્નો ને હરેક ઇચ્છાઓમાં, ઇચ્છાઓ ને યત્નોને કુંવારી રાખતી ગઈ
ઈન્દ્રિયોને બનાવીને સૈનિક જંગ જીતવા, ઇચ્છાઓ નીકળી સફળ ના બની
રૂપ દેખાડવા અનેક નજરોને, દિલની દુનિયા એમાં ખેંચાતી ને ખેંચાતી ગઈ
પ્રેમની દુનિયામાં પાડયાં પગલાં, પ્રેમની દુનિયા હૈયાને સ્પર્શી ના શકી
અધૂરપને અધૂરપ રાખવી ના હતી, અધૂરપ મને એ દુનિયામાંથી દૂર ખેંચી ગઈ
પ્રેમ તો પ્રભુસ્વરૂપ છે, અધૂરપે મને ત્યાં સુધી પહોંચવા ના દીધી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)