અજંપો હતો જે મનમાં, દિલને એ સ્પર્શી ગયો
તંગ હતી હાલત એની, તંગ વધુ એને એ કરી ગયો
ગોતતા કારણ ના મળ્યું, હાલતમાં વધારો એ કરી ગયો
કોશિશે કોશિશોમાં મળી નાકામયાબી, વધારો કરી ગયો
ચિત્તને ને મનને વધુ ને વધુ અસ્થિર એ કરી ગયો
હરાવી મુજને મુજ યત્નોમાં, મુજને એ હરાવતો ગયો
હાલત વધુ બગડી એમાં, સુધારો એમાં મરી ગયો
હતું આ ઓછું, શંકામાં ને શંકામાં એ ડૂબાડતો ગયો
અદ્ભુત પ્રક્રિયા મનમાં થઈ ઊભી, ભોગ એનો બનતો ગયો
તૂટયો વિશ્વાસમાં, હાર્યો હિંમતમાં, જીવનજંગ હારતો ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)