કંઈક જાણી લીધું, કંઈક સમજી લીધું, નિર્ણયની પાળ બાંધી લીધી
મન ઊતરી ઊંડે, તાગ મેળવી રહ્યું, નિર્ણયની પેલે પાર પહોંચી ગયું
વિચારોને રાખ્યા ખુલ્લા, ખેંચાણ એનું એમાંથી ત્યાં ખેંચી લીધું
ના ખેંચાણ દિલને ખેંચી શક્યું, દિલને દિગંબર જ્યાં બનાવી દીધું
રહ્યા બનતા બનાવો જીવનમાં, મનડાંને મુક્ત એમાંથી કરી દીધું
હતી મનને ઇન્તેજારી જાણવાની, એમાંથી એને ત્યાં ખેંચી લીધું
હતી ના જાણકારી એની, પ્રેમથી જ્ઞાન એનું મેળવી લીધું
હતાશા ને નિરાશામાંથી મુક્ત રાખ્યું મનને, નિર્ણયને કાબિલ બનાવી દીધું
અજબ રમત માંડી મનની, જોડવા છતાં મુક્ત એને રાખી દીધું
નિર્ણયની પૂર્વભૂમિકા સર કરી, મંઝિલની મુસાફરીને કાબિલ બનાવી દીધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)