રાત તારા અંધારામાં દેજે, મારા દિલના દુઃખને છૂપાવી
દિવસ તારા પ્રકાશમાં દેજે, દિલના ખૂણેખૂણા અજવાળી
ટમટમતા તારલિયા દેજે, દિલની ઇચ્છાઓ ચમકાવી
સૂર્ય તારાં તાપમાં દેજે, દિલનાં બધાં પાપોને બાળી
ધરતી મારી, દિલની ધરતીમાં દેજે સમતા વસાવી
હવા દેજે મારા દિલને, તો તારા જેવું હળવું બનાવી
સૃષ્ટિનાં ઝાડવાઓ દેજો દિલને, ઝીલી શકું તોફાનો, એવું બનાવી
ખળખળ વહેતી સરિતા દેજો ગુંજન તમારાં, દિલમાં સમાવી
ઉચ્ચ ગિરિશિખરો દેજો, શિખરોને મંઝિલ મારી બનાવી
સાગર દિલને બનાવું તમારા જેવું, ખારાશ દિલમા સમાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)