તોડી નથી કર્મોની દીવાલો, ક્યાં સુધી એ દીધા કરે, ક્યાં સુધી લીધા કરવું
ઇચ્છાઓ ઉપર ના બાંધ્યા બંધ કદી, ક્યાં સુધી એને રમાડયા કરવી
નજરને રાખી ના કાબૂમાં, સારાસારનો ભેદ ભૂલી એ જોવામાં
સમજશક્તિને જ્યાં પૂરી દીધી, ક્યાં સુધી તણાયા કરવું ભાવમાં
સાચા પ્રેમને ઇજ્જત ના આપી શક્યા, ક્યાં સુધી રહેશો ખોટા ખ્વાબમાં
દુઃખને હકીકત તરીકે ના સ્વીકારી, જીવનને દુઃખીદુઃખી બનાવી દીધું
સંબંધોમાં તો ખામી ગોતે, ખામી ખુદની તો જોઈ શક્યા નહીં
પાણીમાંથી જે ફોદા કાઢે, એ જીવનમાં સંબંધ જાળવી શકશે નહીં
અવ્યવસ્થિત પાથરે પથરાય જીવનમાં, થાક્યા વિના એ રહેશે નહીં
સુખ વેચાતું મળત તો સહુ સુખી રહેત, અંતરમાં જાગ્યા વિના મળશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)