પૂનમ તો પૂનમ હતી, તેજ વાદળોમાં હતું ઢંકાયેલું
દિલ હતું ભલે પોતાનું, બની ગયું હતું બીજાનું
વાદળોમાંથી મુક્તિ વિના છવાયેલું હતું અંધારું
રાહ જોવી અનુકૂળતાની, વિખરાઈ જાય એ વાદળું
થીજી ગઈ ગતિ વાદળની, રાહ જોતું હતું સૂર્યની ઉષ્માની
ખસ્યું, હટયું જ્યાં વાદળું, તેજ પૂર્ણ એનું પથરાયું
જીવનમાં સુખને ઘેરે છે, સદા તો દુઃખનું વાદળું
દો નામ વાદળીને જુદુંજુદું, કરે કામ એ એકસરખું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)