જિંદગીને જાણી લે તું, જિંદગીને મ્હાણી લે તું, જિંદગીને સંભાળી લે તું
છે જિંદગી વહેતું ઝરણું, ખળખળ નિનાદ એનો ઝીલી લે તું
જિંદગીને સુમધુર ગીત બનાવીને, મહેફિલ એની મ્હાણી લે તું
છે જિંદગી વણઉકેલી રમત, ધ્યાનથી જગમાં રમી લે એને તું
છે જિંદગી સફર તો લાંબી, તારો સાથ ને સાથીદાર બનાવી દે તું
છે જિંદગી સુખદુઃખનો હીંચકો, મજા જીવનમાં એની મ્હાણી લે તું
છે જિંદગી વણઉકેલ્યો પ્રશ્ન, ઉકેલ જીવનમાં એનો લાવી દે તું
છે જિંદગી રળિયામણો બગીચો, જોઈતાં ફૂલ એમાંથી ચૂંટી લે તું
છે જિંદગી કાંટા-કાંકરાથી ભરેલી, રસ્તો તારો સાફ કરી લે તું
છે જિંદગી મુકામ પહેલો કે છેલ્લો, છેલ્લો મુકામ બનાવી દેજે એને તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)