પ્રેમભરી નજરમાં વિષ કોણે ઘોળ્યું, દિલના શાંત જળને કોણે ડહોળ્યું
શંકા શાને તે દિલને નજર પર આક્રમણ કર્યું, શાને એ ગાફેલ રહ્યું
નજર ને દિલ, શાને તેમ ઈર્ષ્યાની સોડમાં જઈને પેઠું
કરી કરી શંકા ને ઈર્ષ્યા, જીવનને શું આપ્યું, શું એનાથી મેળવ્યું
આવા ખોટા મિત્રની કરીને સોબત, દિલ ને નજર તમારે દુઃખી થાવું પડયું
હતું આ શું અધૂરું, અસંતોષને દિલમાં ને નજરમાં સ્થાન શાને દીધું
લોભ-લાલચને બનાવી મિત્ર, શાને દિલ ને નજરને એને સંકેલી દીધું
લઈ લઈ આવા રસ્તા જીવનમાં, જીવનને દુઃખીદુઃખી કરી દીધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)