એ મસ્તીભરી મસ્તી છે, એ મસ્તીની મસ્તીમાં મસ્ત છું
મસ્તી છે જીવન મારું, ના મસ્તી કાંઈ જીવનનું કલંક છે
એ મસ્તીની મસ્તીમાં ભૂલવું છે જગ, મસ્તીમાં મસ્ત બનીને
જે મસ્તી ભૂલાવે ના ભાન, ના મસ્તી એ તો કહેવાય છે
પ્રેમ પણ એક મસ્તી છે, ભૂલાવે જ્યાં ભાન રંગ એનો બતાવે છે
ભક્તિ છે એક એવી મસ્તી, પ્રભુને નજદીક એ તો લાવે છે
આનંદ છે એક એવી મસ્તી, દિલથી સહુ કોઈ એ તો ચાહે છે
મસ્તીમસ્તી ભૂલવા જીવનમાં, શુષ્ક એને એ તો બનાવે છે
મસ્તીની મસ્તીમાં બન્યા જે મસ્ત, મહાન એને એ બનાવે છે
મસ્તી જીવનમાં જીવનને તો, નવાં નવાં રૂપ એ દેખાડે છે
મસ્તીનું મુખ જેમાં વધે, એને એના શિખરે એ પહોંચાડે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)