અભાવોના ભાવ કાંઈ દિલમાં જાગે, દર્દભર્યા દિલને દર્દ પહોંચાડે
ખેંચાણ તો જીવનમાં વધે તો અભાવે ને અભાવે
રાહેરાહે ચાલે છે સહુ જગમાં, સાચી કે ખોટી ખુદા જાણે
પ્રેમની દુનિયા વસી જ્યાં દિલમાં, દિલને ભર્યું ભર્યું એ રાખે
બદલો હકીકત જીવનમાં, જે હકીકતથી દિલ એમાંથી ભાગે
હશે સપનાં ભલે સુંદર, જોઈ જોઈ જીવનમાં શું વળે
દુનિયા તો છે દીવાની ને દીવાની, કોઈ દીવાનો રંગ એને લાગે
ભરી છે કોઈ ને કોઈ આશા સહુનાં હૈયે, કોણ જાણે પૂરી કોની થાશે
અનાદર નથી પ્રભુ માટે કોઈને, કહેવાયા ના કાંઈ આદર જાગે
જીવન તો છે અણમોલ મિલકત, વ્યર્થ ગુમાવવી ના પાલવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)