કોઈ મને દવા તો દો, કોઈ મારા દર્દની તો દવા તો દો
પીડાઉં છું આળસના દર્દથી જીવનમાં, કોઈ મને એની દવા તો દો
અહંનું દર્દ પીડે છે દિલને મારા, કોઈ મને એમાંથી મુક્ત કરો
ઈર્ષ્યાથી જલે છે હૈયું રે મારું, કોઈ મને એની દવા તો દો
વેરથી તપે છે જ્યાં હૈયું રે મારું, કોઈ એની દવા તો કરો
શંકાથી ભરેલું છે હૈયું રે મારું, કોઈ એને નિર્મળ તો કરો
ભાવો સુકાયા છે હૈયામાં મારા, કોઈ એને જીવંત તો કરો
ક્રોધ વ્યાપે છે દિલ ને નજરમાં મારી, કોઈ એની દવા તો કરો
અવિશ્વાસે ડૂબી રહ્યો છું હૈયામાં, કોઈ મારી દવા એની કરો
પ્રેમનું અમૃત છે દવા એની સાચી, કોઈ મને એના કિનારે પહોંચાડો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)