થાકો જીવનમાં જ્યાં માયાની દોડધામમાં, ચિત્તડું મારામાં જોડી દેજો
પ્રેમ ના પામ્યા હોવ જો જીવનમાં પીવા, ચિત્તડું મારામાં જોડી દેજો
વ્યર્થ ગુમાવ્યો સમય ખટખટમાં, મેળવવા શાંતિ, ચિત્તડું મારામાં જોડી દેજો
નિરાશામાં મેળવવા આશાનું કિરણ, ચિત્તડું મારામાં જોડી દેજો
સમજદારી દે છેહ જ્યારે જીવનમાં, ચેતવવા, ચિત્તડું મારામાં જોડી દેજો
ચિંતાભર્યા જીવનને જીવનમાં ભૂલવા, ચિત્તડું મારામાં જોડી દેજો
વંચિત હોય હૈયું જો આનંદથી પામવા, ચિત્તડું મારામાં જોડી દેજો
ભાવેભાવોની ભરતી જાગે હૈયામાં ધરવા, ચિત્તડું મારામાં જોડી દેજો
પરમસુખ પરમાનંદમાં તો નહાવા, ચિત્તડું મારામાં જોડી દેજો
મારા-તારાનો ભેદ મિટાવવા જીવનમાં, ચિત્તડું મારામાં જોડી દેજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)