તારું જીવન ગંધાય રે માનવી, તારું જીવન ગંધાય
હલકા વિચારોથી રે માનવી, તારા વિચારો ગંધાય
લાલચમાં જીવનને ડૂબાડી, તારું જીવન ગંધાય
દુઃખના ફોલ્લા ઊઠયા છે રે જીવનમાં, તારું જીવન ગંધાય
મોહના મલમપટ્ટાથી ઘા ના એ રુઝાય, તારું જીવન ગંધાય
લોભમાં ડૂબી ડૂબી રે માનવી, તારું જીવન ગંધાય
ઈર્ષ્યામાં બળી બળી રે માનવી, તારું જીવન ગંધાય
વેરની મલમપટ્ટીમાં પીડા ઊભી થાય, તારું જીવન ગંધાય
અહંનાં પરુ ભર્યાં છે રગેરગમાં, તારું જીવન ગંધાય
પ્રેમનાં અમીઝરણાં છાંટજે જીવનમાં, જીવનમાં ફોરમ ફેલાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)