નૂર તો એના મોં ઉપર જુઓ,
કઢાય તો માપ એનું કાઢો, સમજાય તો એમાં સમજી જાઓ
આંખ તો એની તો જુઓ,
કઢાય તો માપ તો એનું કાઢો, સમજાય તો એમાં સમજી જાઓ
વાત એની ધ્યાનથી તો સાંભળો,
કયાસ એનો એમાંથી કાઢો, સમજાય તો એમાં સમજી જાઓ
વર્તન એનાં તો ધ્યાનથી જુઓ,
એના જીવનનો કયાસ કાઢી, સમજાય તો એમાં સમજી જાઓ
ચાલ એની બારીકાઈથી જુઓ,
સમજાય તો એમાં સમજી જાઓ
સ્વભાવ એનો ધ્યાનથી જુઓ,
કચાશ એવો એમાંથી કાઢો, સમજાય તો એમાં સમજી જાઓ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)