નજરનજર બદલાઈ ગઈ જ્યાં, દિલ બદલાઈ ગયું
તમન્નાઓ દિલની જ્યાં બદલાઈ ગઈ ત્યાં દિલ બદલાઈ ગયું
સત્ય જીવનમાં જ્યાં સમજાઈ ગયું, હકીકત દિલની સમજાઈ ગઈ
પ્રેમની દૃષ્ટિ પડી જીવન પર, જીવન તો ત્યાં બદલાઈ ગયું
સમજણનાં દ્વાર ના ખૂલ્યાં, બરબાદીનાં દ્વાર એ ખોલી ગયું
સઢ વિનાનાવ્ વહાણ જેમ જીવન ચાલ્યું, જીવન બદલાઈ ગયું
હરેક પ્રવાહમાં જ્યાં ત્યાં તણાતું રહ્યું, જીવન બદલાતું ગયું
વહાણ રહ્યું તો ચાલતું ને ચાલતું, રહ્યું કંઈક ખડકો સાથે અથડાતું
મંઝિલ રહી જીવનની બદલાતી, જીવન રહ્યું તો એમાં બદલાતું
પ્રેમની રાહ જ્યાં બદલાતી રહી, નજર નજર એમાં બદલાતી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)