તારા ભરોસે રે માડી, દિલની રમત મેં તો માંડી છે
દઈશ દિલને સાથ જો માડી, તારાં ચરણમાં રહેવું છે
રાખે ના એ ભરોસો મનડાંનો, જ્યાં ત્યાં ભટકાવે છે
તમારી ભક્તિ અમૃતધારા જે, મારે એની જરૂર છે
નિભાવી લેજો દિલની રમત મારી, મેં એ તો માંડી છે
પ્રેમ વિના ના રાખજો ખાલી, તમારામાં ભરોસો ભારી છે
દિલ રમે છે માયામાં ભારી, દિલની એ રમત બંધ કરવી છે
કરવાં છે સર શિખરો જીવનમાં, રમત દિલમાં એ જાગી છે
કરવી છે ભક્તિ તારી જીવનમાં, દિલે રમત એ માંડવી છે
તારા પ્રેમમાં દિલે રંગાવું છે, દિલની એ રમત સાચી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)