હતા તમે ક્યાં, અમે ક્યાં, આજ એકબીજા એકબીજાના થઈ ગયા
હતું દિલ પાસે અમારી, પાસે તમારી, દિલ એકબીજાનાં એકબીજાનાં થઈ ગયાં
હતાં સ્વપ્નાં પાસે અમારી, પાસે તમારી, સપનાં એકબીજાનાં એક થઈ ગયાં
હતાં રસ્તા તમારા, હતા રસ્તા અમારા, આજ રસ્તા એકબીજાના એક થઈ ગયાં
હતી દૃષ્ટિ પાસે અમારી પાસે તમારી, આજ દૃષ્ટિનાં દૃશ્યો એક થઈ ગયા
હતા શબ્દો જુદા તમારા જુદા અમારા, આજે શબ્દો નીકળતાં એક થઈ ગયા
હતી મંઝિલ જુદી તમારી ને અમારી, આજ એક મંઝિલના રાહી થઈ ગયા
હતા વિચારો તમારા ને અમારા જુદા, આજ વિચારો એક કરતા થઈ ગયા
હતા સ્પંદનો તમારાં ને અમારાં જુદાં, આજ એકબીજાનાં સ્પંદનો ઝીલતાં થઈ ગયા
જુદાઈ હટાવી જ્યાં એક બન્યા, એકબીજા એકબીજાના તો થઈ ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)