જોશે તમન્ના દિલમાં ભરી હતી, દુનિયામાં કરી બતાવવાની તમન્ના હતી
નજરોમાં એ વરતાતી હતી, ના છૂપી રાખી એને શકાતી હતી
ડગલેડગલાં પડતાં હતાં જોમમાં, સાક્ષી એની એ પૂરતી હતી
દિલ મર્દાનગીના સૂરોમાં ડોલતું હતું, જીવનની પડકારો ઝીલવાની તૈયારી હતી
ડગલાં જીવનમાં ભરાતાં ગયાં, પગલેપગલાંમાં ઠંડી તાકાત હતી
મળે સાથ તો હતા લેવા એણે, એકલા ડગ ભરવાની તૈયારી હતી
રાખી મંઝિલ નજર સામે, હટવા ના એને એણે તો દીધી હતી
જાવું છે ક્યાં, કરવું છે શું, પૂરેપૂરી એની એને તો ગણત્રી હતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)