દિલને નિશાન બનાવી, બેચેન બનાવી, શું દિલને બેકરારી મળશે
દિલમાં મહોબ્બત પ્રગટાવી, અજાણ એનાથી રહેવાથી, મહોબ્બત મળશે
સુખચેન ગુમાવી દર્દ વધારી, મંઝિલ મહોબ્બતની એથી મળશે
ડૂબવું છે દિલે દિલની મહોબ્બતમાં, દિલથી દૂર રહેવાથી શું મળશે
અભિનય જો અભિપ્રાય બને, સમજનારા સમજે, મંઝિલ મળશે
અદ્ભુત છે દિલ, છે એના તો રસ્તા, અણધાર્યું એ તો કરશે
દિલના સંદેશા તો દિલ ઝીલશે, સંદેશામાં તો દિલ સમજી જાશે
પ્રેમ તો છે પ્રિય સરોવર દિલનું, નિત્ય નહાવા એમાં એ ચાહશે
દિલ તો છે નાજુક, પ્રેમની નાજુક કેડીએ એ ચાલવા ચાહશે
દિલનું નિશાન છે સહુનું દિલ, બનાવશો નિશાન પ્રભુના દિલને, જીત મળશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)