મંઝિલ હોય પાસે કે દૂર, મહેનત વિના ના સર કરી શકાશે
હોય મારગ કાંટાળો કે સુંવાળો, હિંમત વિના ના પાર કરી શકાશે
ચાલશો સાથે કે સાથ વિના, પહોંચશો અધવચ્ચે, જો ના તૂટી જાશો
પ્રેમ તો છે જીવનનું પૂર્ણ અમૃત, ના શસ્ત્ર જીવનમાં એને બનાવી દેજો
દુઃખદર્દની દુનિયામાં ચાહીને પ્રવેશવા ના ઉતાવળા બની જાજો
સુખ વિનાની નથી મંઝિલ કોઈની, સમજીને આનંદને તમારો બનાવી દેજો
દિલ તો છે દિલની મંઝિલ, પ્રભુના દિલને તમારી મંઝિલ બનાવી દેજો
નયનોને મળશે નયનોની મંઝિલ, દિલને જ્યાં દિલની મંઝિલ મળી જાશે
દિલને મળી જ્યાં દિલની મંઝિલ, બધી મંઝિલ તો એમાં સમાઈ જાશે
ખુદ બની જાશે જ્યાં ખુદની મંઝિલ, જ્યાં ખુદ મંઝિલમાં સમાઈ જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)