કરીએ વિનંતી બધી ભલે અમે, કરશે તું તો મંજૂર તને જે હશે
રહીએ કાર્યો કરતાં અધૂરાં, ભાવોથી પ્રભુ એ તો જોશે
પીગળશે ના દિલ પ્રભુનું પ્રેમમાં, એમાં જો ખામી હશે
પામી પામી ના એમાં જો રાજી રહેશે, નજરમાં પ્રભુની એ આવી જાશે
શંકાથી શરૂઆત કરી, પ્રભુ કામ પૂરું, એ કેવી રીતે કરશે
માંગીમાંગી માંગશે માયા, પ્રભુ પાસેથી લેવા જેવું રહી જાશે
પ્રભુનું દિલ તો છે મીણ જેવું, ભાવની ગરમીથી એ પીગળી જાશે
માયામાં મનને જોડજે ના એટલું, જોડવા પ્રભુમાં એ બાધા પાડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)