પોકાર નથી પહોંચતી મારી, માડી તારી પાસે
માડી, આવ તું જરા ઓરી-ઓરી
તારી માયાએ માર્યો મને ખૂબ માર
માડી, શક્તિ રહી છે હવે થોડી-થોડી
અરજી કરી રહ્યો છું તને આજ
માડી કરી છે મેં દિલ ખોલી-ખોલી
હૈયે ભર્યા છે મેં અનોખા ભાવ
માડી, સ્વીકાર કરજે તું જલદી-જલદી
નથી કોઈ જગમાં મારું કોઈ માત
માડી, હવે તું આવ દોડી-દોડી
તારાં દર્શન વિના નથી હૈયે કોઈ આશ
માડી, બીજી આશ દીધી છે છોડી-છોડી
નામ લેતાં તારું, જાગે હૈયે અનોખા ભાવ
માડી, દેજે એવા ભાવથી હૈયું મારું ભરી-ભરી
મનડું મારું ઘૂમે છે ક્યાંયનું ક્યાંય
માડી, અટકાવજે એની હવે કૂદાકૂદી
આવી વસજે તું હૈયે વહેલી માત
માડી, કહીને આવજે, ન આવતી તું ચોરી-ચોરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)