ભાગ્ય હસાવે કોઈને, રડાવે કોઈને, ભાગ્ય હસતું નથી, ભાગ્ય રડતું નથી
ક્ષણક્ષણની પૂછી ખબર, પડશે છૂટાં ભાગ્ય
હાલ બેહાલ થયા જગમાં સહુનાં, કોઈ એમાંથી છટકી શક્યા નથી
રહ્યા ચાલી લાંબા કે ટૂંકા, જીવનમાં કોઈ એને રોકી શક્યા નથી
કોઈ બૂમો પાડી થાક્યા, કોઈ લડી થાક્યા, છે એવું સ્વીકારી શક્યા નથી
નડી ઇચ્છાઓ સહુને એવી, ઇચ્છાઓથી કોઈ છટકી શક્યા નથી
ગમતી અણગમતી ગાંઠોથી બંધાયેલું છે જીવન,
છોડી ના શક્યા ગાંઠો જીવનમાં એને, બંધાયા વિના એ રહ્યા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)