ધ્યાનમાં બેધ્યાન છું, વર્તનમાં શેતાન, જીવનમાં તેથી તો પરેશાન છું
વાતનું કરું વતેસર, ના સમજવા કાંઈ તૈયાર છું
રાખી મંઝિલો ઊંચી, આળસના આસને બિરાજમાન છું
કરવું છે સદ્ગુણોનું પાલન, કર્યું જીવન માયાને સમર્પણ
મનને બંધનમાં બાંધતો જાઉં છું, બંધનો તોડતો જાઉં છું
મારી કિસ્મતે લાતો ઘણી, અવગુણોનો તોય શિકાર બનતો જાઉં છું
સમજવું છે સારું જીવનમાં, સત્યથી દૂર ભાગતો જાઉં છું
સહનશીલતા ખોઈને જીવનમાં, મંઝિલ ખોતો જાઉં છું
જીવનમાં અજવાળું છોડીને, છાયા પાછળ દોડતો જાઉં છું
સમજણ વિનાના પકડવા રસ્તા, સાથ એમાં ખોતો જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)