જીવું છું, જીવું છું, કેટલા કેટલા સિતમો વચ્ચે જીવું છું
કેટલાકેટલા સિતમો વચ્ચે જીવું છું, શ્વાસેશ્વાસ લઉં છું
એક નાની પ્રેમની જ્યોત ઝંખું છું, જીવનના સિતમ સહું છું
પ્રેમસરોવરમાં સ્નાન કરું છું, પ્રેમનો પ્યાસો તોય રહું છું
પ્રેમની જ્યોત તલસું છું, એ એક આશાએ શ્વાસ લઉં છું
સુખદુઃખ તણા મોજાંઓ જીવનમાં નિત્ય અનુભવું છું
જીવનભર હારજીતના સોદા જગમાં કરતો રહું છું
પહોંચી શક્યો નહીં દિલ પાસે ભલે, હાર-જીતને પહોંચાડું છું
અન્યના નફા-ખોટના વિચારમાં, ખુદનો નફો ભૂલું છું
અનુભવું કદી પ્રભુને પાસે, જીવનમાં એને શોધતો રહું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)