હર હાલમાં ખુશ રહું, આધાર મારી ખુશીનો સદા તું રહે
દર્દે દીવાનો જગમાં રહું, મારા દર્દનું કારણ જગમાં તું રહે
મહોબ્બતનો નશો દિલ ઉપર છવાયેલો રહે, નજરમાં સદા તું રહે
હસ્તી મારી મુજને ના મળે, હસ્તી મારી સદા તુજમાં રહે
કહું અનુભવ દિલના કોને, સાંભળનારા દિલથી અલગ ના રહે
જે રાહનો હું રાહી રહું, એ રાહની મંઝિલ સદા તું રહે
કરું કાર્ય એવાં હું જીવનમાં, જેમાં મુસ્કુરાહટ તારી વધતી રહે
મંજૂર છે બધી હાલત, બસ, સ્મરણમાં ને સંગ સદૈવ તું રહે
પ્રેમભર્યું દિલ પ્રભુ રે મારું, તારા પ્રેમથી છલકાતું રહે
ઇન્તેજાર છે એવા પલનો, જેમાં તું ને તું બસ તું ને તું રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)